GCERT ( ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ) ગાંધીનગરથી પ્રકાશિત થતું મેગેઝીન " જીવન શિક્ષણ" . આ મેગેઝીનમાં પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે થતાં નવીન સંશોધનો સમાવેશ કરવામાં આવે છે.જેમાં જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ સંચાલિત સંસ્થા શ્રીમતી ટી.જી.સંઘવી અને જી.ડી.સંઘવી પ્રાથમિક શાળા તથા શ્રીમતી ગીતાબેન કિરીટભાઈ મહેતા ઉચ્ચ.પ્રાથમિક શાળા, જાફરાબાદમાં આચાર્યા શ્રી ચાંદનીબેન કોટેચા અને શ્રી અશોકભાઈ પ્રજાપતિએ ધોરણ 3 અને 4 માં " ક્વિઝ દ્વારા ઘડિયા " નો એક નવતર પ્રયોગ કરાયો હતો જેમાં વિદ્યાર્થીઓને ક્વિઝ દ્વારા ઘડિયા કરાવી વિદ્યાર્થીઓમાં ગણિત જેવા વિષયોમાં સરળતાથી ઘડિયા તૈયાર કરી શકે છે અને ગણિત જેવા વિષયોને સહેલો બનાવી શકાય છે. આ માટેના નવતર પ્રયોગનો લેખ " જીવન શિક્ષણ" મેગેઝિનમાં ઓક્ટોબર-2018 ના અંકમાં પ્રકાશિત થયો છે.
............................................................................................................
જીવન શિક્ષણ મુખપૃષ્ઠ
............................................................................................................
અનુક્રમણિકા (પાનાં નંબર : 28 )
ક્વિઝ દ્વારા ઘડિયા એક નવતર પ્રયોગનો લેખ
No comments:
Post a Comment