શિક્ષણની અમૃતધારા

શિક્ષક મીણબત્તી સમાન હોય છે પોતે બળીને બીજા ને પ્રકાશ આપે છે
શિક્ષક એક કુંભાર છે.જેને બાળકોનો કાળજીપૂર્વકનો ઘાટ ઘડવાનો છે
શિક્ષણની અમૃતધારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે
આજનો સુવિચાર : કોઈ પણ વ્યક્તિને વધુ સુધારવા જશો તો ,તે દુશ્મન બની જશે.

Thursday, 29 November 2018

જ્ઞાનકુંભ સાપ્તાહિક પત્ર ,અંક-5

નમસ્કાર ,
આજનો " જ્ઞાનકુંભ સાપ્તાહિક પત્ર ,અંક-5 " અંક રજૂ કરુ છું . જે આપ આસાનીથી પ્રિન્ટ કરી શકશો ,જેને આપ વિદ્યાર્થીઓ સુધી પહોચાડશો.
આપ સૌના સહકાર અને સૂચન આપ્યા બદલ તે બદલ આભાર. 
ડાઉનલોડ કરવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો. 


જ્ઞાનકુંભ સાપ્તાહિક પત્ર ,અંક-5




Saturday, 24 November 2018


શિક્ષક 
" શ્રીમંતો સાધનોથી બોલે છે,
સાધુઓ સાધનાથી બોલે છે,
જ્યારે શિક્ષકો તો હ્રદયથી બોલે છે."


Thursday, 22 November 2018

જ્ઞાનકુંભ સાપ્તાહિક પત્ર ,અંક-4

નમસ્કાર ,
આજનો " જ્ઞાનકુંભ સાપ્તાહિક પત્ર ,અંક-4 " અંક રજૂ કરુ છું . જે આપ આસાનીથી પ્રિન્ટ કરી શકશો ,જેને આપ વિદ્યાર્થીઓ સુધી પહોચાડશો.
આપ સૌના સહકાર અને સૂચન આપ્યા બદલ તે બદલ આભાર. 
ડાઉનલોડ કરવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો. 




જ્ઞાનકુંભ સાપ્તાહિક પત્ર ,અંક-4

Tuesday, 20 November 2018

શિક્ષણનું ખરું કામ

          ભણાવવું એટલે શું ?
  ભણાવવું એટલે જ્ઞાન આપવું એ સાથે મરદાનગી આપવી .આજે શિક્ષણનું નું મુખ્ય કામ આન્યાય સામે લડવાનું શીખવવાનું છે. આપણા શિક્ષણમાંથી, સાહિત્યમાંથી એવી તાકાત જન્મવી જોઈએ કે સામાન્ય માણસ ઉઠીને ઊભો થાય અને અન્યાય નિવારણ માટે લડત આપે. શિક્ષણનું ખરું કામ આ છે. 
શિક્ષણ ખાતર શિક્ષણ નહીં , સાહિત્ય ખાતર સાહિત્ય નહીં, સેવા ખાતર સેવા નહીં . તે ત્રણેયમાંથી શક્તિ પ્રગટવી જોઈએ.માણસ બેઠો થવો જોઈએ.આવી તાકાત જો ન નિપજતી હોય ,તો શિક્ષણ -સાહિત્ય-સેવા  બધું નકામું. 

- શ્રી  મનુભાઈ પંચોળી (દર્શક ) 

Thursday, 15 November 2018

જ્ઞાનકુંભ સાપ્તાહિક પત્ર , અંક - 3

 નમસ્કાર 
આજનો જ્ઞાનકુંભ સાપ્તાહિક પત્ર , અંક -3 " રજૂ કરું છું . જે આપ આસાનીથી પ્રિન્ટ કરી શકશો .જેને વિદ્યાર્થીઓ સુધી પહોચાડશો. 
આપ સૌના સહકાર અને સૂચન આપ્યા તે બદલ આભાર. 

ડાઉનલોડ કરવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો. 


જ્ઞાનકુંભ સાપ્તાહિક પત્ર , અંક -3




Monday, 12 November 2018

લાભ પાંચમની શુભેચ્છા..............

લાભ પાંચમની અશોક બી.પ્રજાપતિ તરફથી શુભેચ્છા ................

લાભપાંચમના પાંચ સૂત્રો..
  • વિવાદ વગર દિવસ પૂર્ણ થઈ જાય, એજ સાચો લાભ.
  • રાત્રે શાંતિ પૂર્ણ નિંદ આવી જાય,એજ સાચો લાભ.
  • દિવસમાં કોઇ એકને મદદરૂપ થવાય,એજ સાચો લાભ.
  • દવાખાને પૈસા ન વેડફાય,સાચો લાભ.
  • મહેનત અને પ્રામાણિકતાથી ધન આવે,એજ સાચો લાભ

  લાભ પાંચમની શુભેચ્છા : 
   
આજે લાભ પાંચમ/સૌભાગ્ય પંચમી પર ભગવાન ને ચોક્કસ કહીએ- 
ભગવાન, અમને - 
यदिच्छा लाभ संतुष्टो -  તમારી ઈચ્છા માં અમારો લાભ - અમારું સૌભાગ્ય છે, તેની અમને પાકી સમજ છે.

અમને ગમતી વસ્તુ મળે કે અગવડ આપતી, પણ તેની પાછળનું તમારું આયોજન જોઈને અમને આનંદ મળે છે, કારણ તેમાં તમારો સ્પર્શ છે

" 'હું' છું " - તે તો ખબર છે, 
અને " 'હું' મનુષ્ય છું "; આ સમજ પૂર્વક જીવવું એ પણ આપણું સૌભાગ્ય જ છે.

Sunday, 11 November 2018

સાપ્તાહિક પત્ર


નમસ્કાર મિત્રો 
આપ સૌનું આ સાપ્તાહિક પત્રમાં હાર્દિક સ્વાગત છે
સાપ્તાહિક પત્રનો મુખ્ય ઉદ્દેશ નાના બાળકોના  જ્ઞાનમાં વધારો કરવાનો છે. 
આ સાપ્તાહિક પત્ર PDF સ્વરૂપે મેળવવા માટે નીચે ક્લિક કરો 
સાપ્તાહિક પત્ર, અંક-1, તા :01/11/2018
.....................................................................


સાપ્તાહિક પત્ર, અંક-2, તા :08/11/2018



જીવન શિક્ષણ મેગેઝીનમાં નવતર પ્રયોગનો એક લેખ ..

GCERT ( ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ) ગાંધીનગરથી પ્રકાશિત થતું મેગેઝીન  " જીવન શિક્ષણ" . આ મેગેઝીનમાં પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે થતાં નવીન સંશોધનો સમાવેશ કરવામાં આવે છે.જેમાં જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ સંચાલિત સંસ્થા શ્રીમતી ટી.જી.સંઘવી અને જી.ડી.સંઘવી પ્રાથમિક  શાળા તથા શ્રીમતી ગીતાબેન કિરીટભાઈ મહેતા ઉચ્ચ.પ્રાથમિક શાળા, જાફરાબાદમાં આચાર્યા શ્રી ચાંદનીબેન કોટેચા અને  શ્રી અશોકભાઈ પ્રજાપતિએ ધોરણ 3 અને 4 માં " ક્વિઝ દ્વારા ઘડિયા " નો એક નવતર પ્રયોગ કરાયો હતો જેમાં વિદ્યાર્થીઓને  ક્વિઝ દ્વારા ઘડિયા કરાવી વિદ્યાર્થીઓમાં ગણિત જેવા વિષયોમાં સરળતાથી ઘડિયા તૈયાર કરી શકે છે અને ગણિત જેવા વિષયોને સહેલો બનાવી શકાય છે. આ માટેના નવતર પ્રયોગનો લેખ  " જીવન શિક્ષણ" મેગેઝિનમાં  ઓક્ટોબર-2018 ના અંકમાં પ્રકાશિત થયો છે. 
............................................................................................................
જીવન શિક્ષણ મુખપૃષ્ઠ 

 
............................................................................................................
અનુક્રમણિકા (પાનાં નંબર : 28 ) 



ક્વિઝ દ્વારા ઘડિયા એક નવતર પ્રયોગનો લેખ 




HAPPY NEW YEAR & HAPPY DIWALI

સ્નેહી શ્રી,

           અશોક બી.પ્રજાપતિ તરફથી આપને અને આપના પરિવારને દિવાળી અને નવા વર્ષ ના તહેવાર પર હાર્દિક શુભકામના.

       દિવાળીનો આ તહેવાર સુખ, સંપતિ, આયુષ્ય, સલામતી, સૌભાગ્ય, સમૃદ્ધી અને સદભાવનાની અવિરત જ્યોત આપના જીવનમાં ઝગમગતિ રહે અને આપનો પરિવાર સંપૂર્ણ વૈભવથી પરિપૂર્ણ થાય.
      નવા વર્ષમાં આપની તથા આપના પરિવારની સુખ, શાંતિ,  સમૃધ્ધિ માં ઉત્તરો ઉત્તર વધારો થાય, દરેક ક્ષેત્ર માં પ્રગતિ થાય  એવી શુભકામના....

શુભ દિપાવલી
નૂતન વર્ષાભિનંદન.........